કિર્તેશ પટેલ, સુરત : સુરતના (surat) સગરામપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને એન્જિનિયર (Daughter) યુવક પ્રેમ થયો હતો. જોકે પરિવારે યુવતી અને યુવકના પ્રેમ સંબંધથી (Love) સંમત થઈ બંનેની સગાઇ (Engagement) કરાવી આપી હતી. પણ દરોજના ઝઘડાથી કંટાળી યુવક-યુવતીએ સગાઇ તોડી નાંખી હતી. જોકે સગાઇ તૂટી જતા માનસિક રીતે તાણ અનુભવતી યુવતીએ સગાઈ (suicide of daaughter) તૂટી ગયાના એક મહિના બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
પોલીસે આ મામલે (surat Police) ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બનાવની વિગત એવી છે કે સુર ના સગરામપુરા વિસ્તારમાં આવેલ ઈશ્વરકૃપા એપાર્ટમેન્ટમાં રહેતી ફાલ્ગુની આશિષભાઈ પંચોલી પરિવાર સાથે રહેતી હતી. પિતા મશીન ઓપરેટર છે અને ફાલ્ગુની બ્યુટીપાર્લરના કામકાજ સાથે સંકળાયેલી હતી. દરમિયાન ગત રોજ માતા-પિતા અને ભાઈ નોકરી પર ગયા હતા. જેથી ફાલ્ગુની ઘરે હતી અને હોલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રતિકાત્મક તસવીર