સુરતઃ કચ્છની કોયલ ગીતા રબારીએ સુરતમાં રંગ રાખ્યો હતો. શહેરના હજીરા વિસ્તારમાં યોજાયેલા ડાયરામાં ગીતા રબારીએ જામો પાડી દીધો હતો. આ દરમિયાન અહીં લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. પાટોત્સવ દરમિયાન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારીએ ત્યાં ડાયરો સાંભળવા માટે આવેલા લોકોને સંગીતની દુનિયામાં લઈ જઈને તરબોળ કરી દીધા હતા.