કિર્તેશ પટેલ, સુરત : આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા ની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતમાં તો દારૂ મળવો હવે આમ વાત થઈ ગઈ છે અને દારૂની હેરાફેરી કે વેચાણ કરવા માટે લોકો અવનવી તરકીબો અપનાવતા હોય છે ત્યારે પીસીબીએ અનોખી રીતે દારૂ સંતાડીને વેચતા એક ઇસમને ઝડપી પાડયો હતો
સુરતમાંથી દારૂ (Surat) ઝડપાવો હવે (Liquor)જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણકે શહેરમાંથી અવાર નવાર દારૂ ઝડપવાના કિસ્સા વધી રહ્યા છે જ્યારે પીસીબીએ સુરતમાં અનોખી રીતે દારૂ છુપાવીને વેચતા ઈસમને ઝડપી પાડયો હતો. આ ઈસમો મોટર સાયકલમાં કચરા ના કેરેટમાં દારૂ છુપાવીને વેચતા હતા. જેથી કોઈને ખબર ન પડે જોકે હાલ પોલીસે દારૂની હેરાફેરી કરતા ઈસમ પાસેથી 40 હજારથી વધુની કિંમતનો દારૂ મોટરસાયકલ મળી 92 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને દારૂ લાવનાર તેમજ દારૂ મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
Pcb પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નવાગામ ડીંડોલી હિરાનગર પાસે આવેલા SMC શૌચાલય પાસેથી દારૂને સપ્લાય થવાનો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ક્રિષ્ના રામલાલ મિશ્રા નામના ઈસમને ઝડપી પાડયો હતો. પોલીસે મોટર સાયકલમાં કચરાના કેરેટમાં છૂપાવવામાં આવેલો દારૂ ઝડપી પાડયો હતો.