સરદાર પટેલની કર્મભૂમિ અને સાહસી પ્રવૃત્તિ માટે જાણીતું સુરત જિલ્લાના બારડોલી ખાતે બે યુવતીઓ નવો જ વિશ્વ રેકોર્ડ કરવા નીકળી છે. સંબંધમાં નણંદ-ભોજાઈ એવા બારડોલીન સ્વાતિ ઠાકર અને ટ્વીન્કલ ઠાકર રેકોર્ડ માટે નીકળ્યા છે. રિવર્સ એક્સપિદેશન નામની ઉંધી દોડનો વિક્રમ કરશે. વિશ્વમાં પ્રથમ પ્રયાસ રુપે આ બંને મહિલાઓએ સાહસ કર્યું છે.
ઉંધી દોડના વિક્રમ માટે જનાર બંને મહિલાઓમાં સાગરની બહેન સ્વાતિ પોતે કરાટે કલાસ પણ ચલાવે છે. જ્યારે તેમની પત્ની ટ્વીન્કલબેન પોતે ધૂમકેતુ નામની ડાન્સ એકેડેમી પણ ચલાવે છે. સાથે ગૃહિણી પણ છે. બંને નણંદ ભોજાઈ 24 કલાકમાં બારડોલીથી દાંડી થઈ ગાંધી જયંતીના દિવસે દાંડીથી પરત ફરી બારડોલી ઉંધી દોડ લગાવીને પોતે ગીનીશ બુક ઓફ રૅકોર્ડ માટે દાવેદારી કરનાર છે.