Home » photogallery » surat » Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

Surat Crime News: દંપતીએ (couple) 2.5 ટકા વળતર આપવાની લાંચ આપીને એક વ્યક્તિ પાસેથી 9.90 લાખ રૂપિયા પડાવ્યા હતા. દંપતીએ 18 જેટલા લોકોની પાસેથી 1 કરોડ કરતા વધારે રૂપિયાની છેતરપિંડી (Fraud case) કરી હોવાનું સામે આવ્યું.

विज्ञापन

  • 16

    Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

    કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (Surat) સરથાણા પોલીસ સ્ટેશનમાં (Sarathana police station) એક છેતરપિંડીની (Fraud) ફરિયાદ દાખલ થઈ હતી. દંપતીએ (couple) 2.5 ટકા વળતર આપવાની લાંચ આપીને એક વ્યક્તિ પાસેથી 9.90 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા દંપતીએ 18 જેટલા લોકોની પાસેથી 1 કરોડ કરતા વધારે રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. તેથી ઇકો સેલ દ્વારા બાતમીના આધારે આ બન્ટી બબલીની (Bunty babali) ધરપકડ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 26

    Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

    સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં જયેશ નાગર અને પિન્કી નાગર સુરતના ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે સ્કીમ ચલાવતા હતા. તેમને ભોગબનનારને ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડમાં પૈસા રોકાણ કરાવવા માટે માસિક 2.5 ટકા નફો આપશે તેવી લોભામણી વાત કરી હતી. જેના કારણે ભોગબનનાર ફરીયાદીએ લાલચમાં આવી આ કંપનીમાં 9.90 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. ગુનાની પ્રથમ તપાસ સરથાણા પોલીસ તરફથી હાથ ધરવામાં આવી હતી. ફરીયાદનો અભ્યાસ કરતા ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડ નામની સ્કીમમાં લોભામણી જાહેરાત કરી રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાનું જણાયુ હતું.

    MORE
    GALLERIES

  • 36

    Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

    ત્યારબાદ તપાસ ઇકોસેલને આપવામાં આવી પોલીસની તપાસ દરમિયાન જયેશ નાગર અને તેની પત્ની પિન્કી નાગરે ફરિયાદી ઉપરાંત અન્ય 17 લોકો સાથે પણ આ જ રીતે પોતાની સ્કીમમાં 2.5 ટકા માસિક નફો આપશે તેમ કહી રોકાણ કરાવેલું હતુ. જે રોકાણની કૂલ રકમ 1,19,00,000 રૂપિયા થાય છે. જયેશ નાગર અને તેની પત્ની પિકી નાગરની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. આરોપી ભાડાનું મકાન ખાલી કરી ભાગી ગયા હતા.

    MORE
    GALLERIES

  • 46

    Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

    ત્યારબાદ પોલીસ ઉંડાણપુર્વક તપાસ કરતા સામે આવ્યું કે, જયેશ નાગરનો દીકરો સેવનથ-ડે સ્કુલ ધોરણ-11માં અભ્યાસ કરે છે. અને શાળા દ્વારા માર્કશીટ બાળકના માતા-પિતાને જ આપવામાં આવતી હતી. જેથી પોલીસ દ્વારા સ્કુલ પર સતત વોચ રાખવામાં આવી હતી. તેવામાં આરોપી પિન્કી જયેશ નાગર માર્કશીટ લેવા આવતા તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

    MORE
    GALLERIES

  • 56

    Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

    ત્યારબાદ તેની પુછપરછમાં જાણવા મળ્યું કે, તે મકાન ખાલી કરી મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી અમદાવાદ સહ પરીવાર સાથે જતા રહ્યા હતા. આરોપી જયેશ નાગર અમદાવાદમાં હોવાની માહિતી મળતા તાત્કાલિક પોલીસની ટીમ અમદાવાદ મોકલી તપાસ કરતા આરોપી અમદાવાદમાંથી મળી આવતા તેને પકડી  સુરત ખાતે લાવવામાં આવ્યો.

    MORE
    GALLERIES

  • 66

    Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

    આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપી જયેશ નાગર ફાયનાન્સ બેન્ક લી બારડોલીમા મેનેજર તરીકે કામ કરતો હતોમ તેમજ આરોપીઓ ઇનોવેટિવ વેલ્થનમેનેજમેન્ટ ફંડના નામે રોકાણકારો પાસેથી માસિક 2.5 ટકા નફો વળતર તરીકે ચુકવવાનુ જણાવી રોકાણ કરાવતો હતો. અને જ્યારે લોકો રૂપિયા પરત માગે ત્યારે પૈસા પરત મળી જશે તેમ જણાવી લોકો પાસે રોકાણ કરાવેલ હતુ. જે 18 રોકાણકારો પાસે રૂપિયા 1 19 કરોડનું રોકાણ કરાવ્યુ હતું પૈસા આરોપીએ પોતે ક્રિપ્ટો કરન્સી અને શેર બજારના ઇન્ડેક્ષમાં રોકાણ કર્યા હતા.

    MORE
    GALLERIES