કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (surat) હજીરા (Hajira) વિસ્તારમાં દરિયા કિનારા પાસે સુવાલી બીચ (Suvali beach) આવેલો છે. સુરતના લોકો મોટા પ્રમાણમાં આ બીચ પર રવિવારના દિવસે પરિવાર સાથે આવતા હોય છે. દરિયામાં નાહવા (Bath in sea) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ લોકો દરિયામાં નાહવા પડતા હોય છે. ત્યારે ભૂતકાળમાં અનેક લોકો દરિયામાં ડૂબી જવાની ઘટનાઓ બની છે. ત્યારે વધુ પાંચ લોકોનું આવ્યા એ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે એક સમય માટે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતના છેવાડે આવેલા હજીરા વિસ્તાર આમ તો ઔદ્યોગિક એકમો સૌથી વધુ છે. દેશની જાણીતી ઉદ્યોગપતિની ફેક્ટરીઓ માલ સામાન લાવવા માટે દરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરિયા કિનારે સુવાલી નામનો બીચ પણ આવેલ છે. જોકે આ બીચ પર દરિયામાં નાહવા પડેલા લોકો ડૂબી ગયાની ઘટના પગલે અહિયાં તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામા આવ્યો છે.
કારણકે અહીંયા દરિયામાં બેટ આવેલ છે લોકો બેટ પર હોયને પાછળ થી પાણી ફરી વરતા લોકો પરિવાર સાથે ડૂબી ગયાની ઘટના બની હતી જોકે આજે રવિવાર સાથે વેકેશન હોવાને લઇને લોકો મોટી સંખ્યા પહોંચ્યા હતા. તયારે અચાનક નદીમાં નાહવા પડેલા પાંચ યુવનો દરિયામાં ગરકાઉ થઈ જતા અચાનક બીચ પર દોડધામ સાથે અફડાતફડી મચી જવા પામી હતી.
જોકે યુવનો ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ ઘટનાની જાનકારી ફાયર વિભાગ આપી હતી ફાયનો કાફલો સાથે પોલીસપણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને યુવાનો બચાવની કામગીરી શરૂ કરી હતી. જોકે ફાયરે વિભાગ ભટાર વિસ્તારના વિકાસ સાલ્વે નામના યુવક બચાવી લીધો હતો. ત્યારે તેની સાથે આવેલા સાગર સાલ્વે શ્યામ સાલ્વે અને અકબર શેખનામના મિત્રો લાપતા બન્યા હતા.
જોકે ઇચ્છાપોર ખાતે રહેતા સચિન કુમાર જાતવ મૃતદેહ મળી આવ્યો હતો. જોકે સ્થાનિક લોકો બીચ પર આવતા લોકો સમજાવા છતાંય લોકો નહીં સમજતા મહિના એક ઘટના આવી બનતી હોય છે. ત્યારે સુંવાળી દરિયામાં એક કરતાં વધુ લોકો ડૂબી જવાની ઘટના અનેક વખત બની છે ત્યારે આ ઘટના પગલે હજીરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.