ગુજરાતનું સુરત ભારતનું પહેલુ એવું શહેર છે, જ્યા સંપૂર્ણ રીતે 100 ટકા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગથી રોડ બનાવામાં આવ્યો છે. એક કિલોમીટર લાંબો રોડ છ લાઈનનો છે. આ રોડને બનાવામાં ખર્ચ પણ ઓછો આવ્યો છે. જો કે તેની મજબૂતી વાત કરવામાં આવે તો તેને બીજો રોડ કરતા મજબૂત હોવાનો દાવો કરવામાં આવે છે.