કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (surat) ઉધના વિસ્તારમાં યુવતી ઉપર એક યુવક દ્વારા ફાયરિંગ (firing on girl) કરવામાં આવ્યું હતું. જોકે, યુવતીને જાંગના ભાગે ગોળી વાગ્યા બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે યુવતી પર ફાયરિંગ (firing) કરનાર અન્ય કોઈ નહીં પણ તેની મોટી બહેનનો પહેલાનો ભૂતપૂર્વ પ્રેમી (sister ex boyfriend) હતો. પ્રેમી દ્વારા પ્રેમિકાને તોડી (Break up) નાખેલા સંબંધ ફરી શરૂ કરવા માટે દબાણ કરતા યુવતીએ આ પ્રેમીને ઠપકો આપ્યો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા પ્રેમીએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકની ધરપકડ કરી હતી.