સુરતઃ સુરત શહેરના (surat city) ઉધના વિસ્તારમાં માથાભારે બુટલેગર (bootlegger) રાજુ પર શુક્રવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં એક બાઈક પર આવેલા ત્રણ જણાએ તમંચામાંથી ફાયરિંગ (firing on bootlegger) કરતાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ગોળી રાજુના ખભાના ભાગે વાગી હતી. તેમજ બૂમાબૂમને પગલે ભેગા થઇ ગયેલા લોકોએ ત્રણ પૈકી બેને ઝડપી લીધા હતા.
4 દુકાન ઉપર ફાયરીંગનો અવાજને ગત અદાવતમાં લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલો કરવા આવેલાને પકડવા દોડ્યા હતા જેમાં બે પકડાઈ ગયા હતા અને એક બાઈક લઈને નાસી ગયો હતો. જોકે બંનેને લોકોએ ઢોર માર માર્યો હતો જેમાં જેણે ફાયરીંગ કર્યું હતું તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળે છે. રાજુ અને હુમલાખોરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. રાજુ વાન્કોડે પર અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહુલ એપાર્ટમેન્ટ અથવા પ્રવીણ રાઉતનો પણ આ હુમલા પાછળ હાથ હોય શકે છે. સમગ્ર મામલે ઉધના પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.