કિર્તેશ પટેલ સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં (Surat Amroli) કાકાને ત્યાં રહેતો અને નશાના રવાડે ચઢેલા યુવાનને સુધારવા માટે પિતાએ (father) પોતાના ચાર મિત્રો સાથે મળીને પુત્રનું રાતના સમયે સ્કોર્પિયોમાં (Scorpio) અપહરણ (Kidnapping) કરાવ્યું હતું. અને નશામુક્તિ કેન્દ્રમાં મોકલતા પહેલા ઓફિસમાં (office) ગોંધી રાખ્યો હતો. જોકે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરેલા યુવાનના કાકા જગદીશ માલવિયાએ યુવકને ફોન કરતા બંધ આવ્યો હતો.
જેને લઇને કાકા તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી હતી. અને પોલીસે મોબાઇલ લોકેશનના (Mobile location) આધારે યુવકને છોડાવી પિતાના ચાર મિત્રોની ધરપકડ કરી છે. એટલે કે પોતાના મિત્રના દીકરાને સુધારવાનો પ્રયાસ કરવો ચાર મિત્રોને પડ્યો ભારે પોલીસે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
જોકે થોડી જ વારમાં પિતરાઈ ભાઈએ કલ્પેશ જગદીશ ને ફોન કરતાં તેનો ફોન ન લાગતા તેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેને લઇને અમરોલી પોલીસે જગદીશના મોબાઇલ લોકેશનના આધારે સાયન ચેકપોસ્ટ નજીકથી આ ગાડી પસાર થયા હોવાની જાણકારી પોલીસને મળી હતી. જોકે બીજે દિવસે સવારે કઠોળના જય ચેરીટેબલ નશામુક્તિ કેન્દ્રમાંથી કલ્પેશને ફોન આવ્યો હતો કે હું જગદીશ બોલું છું અને મારું અપહરણ કરી મને નશામુક્તિ કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે.
મારું અન્ય કોઈ નહિ પણ મારા પિતાના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે કલ્પેશભાઈ તરત જ આ બાબતની જાણકારી પોલીસ જાપ્તા પોલીસ તાત્કાલિક જય ચેરીટેબલ નશામુક્તિ કેન્દ્રમાં પહોંચી હતી અને જગદીશને છોડાવી લીધો હતો. જોકે પોલીસે આ જગતમાં પણ કરવામાં ચાર લોકોની અટકાયત પણ કરી હતી. અટકાયત કરેલા લોકોની પૂછપરછ કરતાં પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી.