કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં અઠવાડિયા પહેલા ગુજરાત પોલીસનું આઈકાર્ડ (Police ID card) બતાવીડુમસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કમાં (business park) એમબી સ્પામાં નકલી પોલીસે સ્પાના માલિકને (spa owner)કહ્યું, તેરે ખીલાફ ઉમરા પોલીસ સ્ટેશન મે કમ્પલેઇન હોગી, તું ઉમરા પોલીસ થાને આ જાના’ એમ કહી દમ મારી 30 હજાર પડાવ્યા હતા. જોકે બીજી વખત તોડ કરવા પહોંચેલા નકલી પોલીસ (fake police) કર્મચારીઓને સ્પા મારી કે દુકાનમાં પુરી પોલીસને ફોન કર્યો હતો. જોકે બે લોકોની પોલીસે (police arrested accused) અટકાયત કરી હતી અને એક મહિલા ભાગી છૂટવામાં સફળ રહેતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં કાયદાની પરિસ્થિતિ હદય લક્ષ્મી છે કે ગુનેગારોને હવે પોલીસની બીક રહી હતી અને લોકોને રંજાડવામાં કશું બાકી રાખતા નથી ત્યારે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે તે સાંભળીને ભલભલા ચોંકી જશે અને ગુનેગારોને પોલીસનો પણ પોલીસના નામે લોકોના તોડ કરતા હોય તેવી ઘટના સામે આવી છે સુરતના ડુમસ રોડ ઉપર આવેલ રઘુવીર બિઝનેસ પાર્કમાં એમબી સ્પાય નામની દુકાન આવેલ છે.
જોકે 16મીએ બપોરે ફરી નકલી પોલીસના સ્વાંગમાં આવેલી યુવતીએ પોતે ઉમરા પીએસઆઈની ઓળખ આપી કહ્યું, આજ કીતના ધંધા હુઆ, લા તેરી ડાયરી લા, માલિકે કહ્યું કે ધંધો થયો નથી એટલે ડાયરી ન બતાવું, જેથી ધમકી આપી કે તું મેરે કો જાનતા હૈ, મે કોન હું, કહેતા સ્પાના માલિકે કહ્યું, સબકો ડબ્બે મે લેલે, સ્ટાફે પણ પોલીસ સ્ટેશને જવાની વાત કરતા નકલી પોલીસે કહ્યું, હમ તુજે યહાં જીંદા નહી રહને દેગે, કહી મારામારી પર ઉતરી આવ્યા હતા.