કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (surat news) ડુમસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કના એમબી સ્પામાં (spa center) મહિલા પીએસઆઈ (lady PSI) બનીને તોડ કરવા નીકળેલી આરોપી રિદ્ધિ શાહને એસઓજીની ટીમેને (SOG team) પકડી પાડવામાં સફળતા મળી છે. આ મહિલા નકલી પોલીસ બનીને સ્પામાં તોડ કરવા માટે તેના સાગરિતોને લઈને આવી હતી. અઠવાડિયા પહેલા રિદ્ધિ શાહના સાગરીતે નકલી પોલીસ બની પહેલા સ્પામાંથી 30 હજારનો તોડ કર્યો હતો. ઉમરા પોલીસે 34 વર્ષીય રિદ્ધિ ભરત શાહની ધરપકડ કરીને જલેની હવખાતી કરી દીધી છે. મહિલા પી.એસ.આઇ બનીને સ્પા સેન્ટરોમાં રોફ જમાવી પૈસ પડાવતી હતી.