કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યના સૌથી વધુ કેસ શહેરમાંથી નોંધાઈ રહ્યા હોવાના કારણે અહીંયા રાત્રિ કર્ફ્યૂનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. રાત્રિના 9.00 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાનમાં ગઈકાલે આ રાત્રિ કર્ફ્યૂમાં શહેરના કતારગામ વિસ્તારની ચેકપોસ્ટ પર શરમજનક દૃશ્યો સર્જાયા હતા. અહીંયા કિન્નરોને પોલીસે અટકાવતા તમામ મર્યાદાઓ વટાવી અને પોલીસને પણ બક્ષી નહોતી.
કિન્નરોનો એક વર્ગ એવો છે જે સમાજમાં તેમની સાંસ્કૃતિક જગ્યાના કારણે સન્નમાનનું સ્થાન ધરાવે છે પરંતુ આવા કેટલાક તત્વોના કારણે તેમની પણ બદનામી થઈ છે. જોકે, સુરતના કિન્નર આગેવાનોએ પણ આ ઘટનાને વખોડી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આખરે મોડી રાત સુધી ચાલેલા આ હંગામાના કારણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.