કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) વધુ એક વાર ડુપ્લીકેટ શૂઝ (Duplicate Branded shoes) વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં (Rander Surat) આવેલી શૂઝની દુકાનોમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ત્રાટકી હતી. આ દુકાનોમાંથી નાઇક (Nike), એડિડાસ (Adidas) સહિતની માતબર બ્રાન્ડના ડુપ્લીકેટ શૂઝ અને ટ્રેક પેન્ટ મળી આવ્યા હતા. સીઆઈડી ક્રાઇમની ટીમને બાતમી મળી હતી કે અહીંયા મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીના ટ્રેક અને શૂઝનો ડુપ્લીકેટ માલ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. કાયદેસર રીતે આ વેચાણ કરવું ગુનાહિત કૃત્ય હોવાના કારણે સીઆઈડીની ટીમ અહીંયા ત્રાટકી હતી
આ દરોડા રાંદેરની દિવ્યા શૂઝ, સાંઈ શૂઝ સહિતની ત્રણ દુકાનોમાં પાડવામાં આવ્યા છે. દરોડામાં લાખોની કિંમતનો શૂઝ અને ટ્રેકનો જથ્થો મળી આવ્યો છે. જે કંપનીના શૂઝ માર્કેટમાં 3-4 હજારની કિંમતના વેચાતા હોય છે તેના જેવા દેખાતા ડુપ્લીકેટ શૂઝ કંપનીનો લોગો વાપરીને સસ્તા ભાવે વેચવામાં આવે છે. સ્થાનિક વેપારીઓ તો ઠીક પરંતુ આ કૌભાંડમાં સૌથી મોટો દોરી સંચાર વિદેશી તત્વોનો હોય છે. વિદેશથી આ માલ આવે છે અને તેમાં સંભવત: ભારતમાં ડુપ્લીકેટ બ્રાન્ડનું બ્રાન્ડીંગ જોબ વર્ક થાય છે.