Home » photogallery » surat » સુરત: નશીલા પદાર્થનું સેવન કરતા 100થી વધુ નબીરા ઝડપાયા

સુરત: નશીલા પદાર્થનું સેવન કરતા 100થી વધુ નબીરા ઝડપાયા

નશીલા પદાર્થનું સેવન કરતા જે યુવાનો ઝડપાયા છે, તેમાં મોટાભાગના યુવાનો પ્રતિષ્ઠીત પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • 14

    સુરત: નશીલા પદાર્થનું સેવન કરતા 100થી વધુ નબીરા ઝડપાયા

    કિર્તેશ પટેલ, સુરત: સુરતમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી ઉમરા વિસ્તારમાં નશીલા પદાર્થનું સેવન કરતા 100 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 24

    સુરત: નશીલા પદાર્થનું સેવન કરતા 100થી વધુ નબીરા ઝડપાયા

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં કેટલાક દિવસથી દારૂ પીવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેમાં પણ ગઈ કાલે ઉના વિસ્તારમાં પાંચ વર્ષનું બાળક દારૂ પીતી હાલતમાં મળી આવતા. સુરત પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરી અલગ અલગ વિસ્તારમાં રેડ કરવામાં આવી રહી છે. ત્યારે ઉમરા વિસ્તારમાં પોલીસે ડ્રાઈવ કરતા નશા પદાર્થનું સેવન કરતા 100 જેટલા યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 34

    સુરત: નશીલા પદાર્થનું સેવન કરતા 100થી વધુ નબીરા ઝડપાયા

    સૂત્રો પાસેથી મળતી મુજબ, ઉમરા વિસ્તારમાં શનીવાર અને રવિવારના દિવસે મોટા ઘરના યુવાનો જાત જાતના નશા કરવા આ વિસ્તારમાં આવતા હોય છે. આ વિસ્તાર ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના નશાના ધંધા માટે બદનામ છે. નશીલા પદાર્થનું સેવન કરતા જે યુવાનો ઝડપાયા છે, તેમાં મોટાભાગના યુવાનો પ્રતિષ્ઠીત પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 44

    સુરત: નશીલા પદાર્થનું સેવન કરતા 100થી વધુ નબીરા ઝડપાયા

    સુરતમાં નશાના કારોબારને ડામવા  ઉમરા પોલીસની ડ્રાઈવમાં એક જગ્યા પર રેડ કરતા 100 જેટલા લોકો નશાની હાલતમાં રંગેહાથ ઝડપાયા હતા, જેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. આ વાતની જાણ નબીરાઓના પરિવારને થતા યુવાનોના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા છે. પોલીસે તમામ લોકોની યુવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES