કિર્તેશ પટેલ, સુરત : હીરાના કારખાનામાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. વરાછા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામા કામ કરતા કારીગરને બોઈલ માટે આપેલા લાખ્ખોની કિંમતના હીરા ચોરી આ કારીગર ફરાર થઇ ગયો હતો. જો કે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ ગુનાને અંજામ કોને અને કેવીરીતે આપ્યો તેની તલ સ્પર્શી તપાસ પોલીસે શરુ કર્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ઘટનાના સી.સીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.જોકે લખોના હીરાની ચોરીના સમાચાર મળતા જ ઘટના સથળે ઊચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ધસી આવ્યો હતો. સુરતમાં સતત ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતમાં તૈયાર હીરાની વધુ એક મોટી ચોરી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અને આ ઘટના બનવા પામી છે વરાછા વિસ્તારમાં આવેલ વૃંદાવન એસ્ટેટમાં હીરાના કારખાનામાં.