કિર્તેશ પટેલ, સુરત : કોરોન મહામારી વચ્ચે લોકડાઉન બાદ ગારમેન્ટનો ધંધો ભાંગી પડતા ગોપીપુરાના વેપારીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.ત્યારે બીજી બાજુ આર્થિક સંકડામણ કંટાળીને કતારગામના રત્નકલાકારે જહાંગીરપુરાના એક ખેતરમાં પતરાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બન્ને બનાવો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બંને કિસ્સામાં આર્થિક તંગી સામે આવી છે. એક જ દિવસમાં આપઘાતની બે ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રતિકાત્મક તસવીર
કતારગામ : સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં આવેલ રીવાન્ટા લક્ઝુરિયા ખાતે રહેતા ચિંતનભાઈ લાલજીભાઈ સલીયા કતારગામ નંદુડોશીની વાડીમાં હીરાના કારખાનામાં કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક સંકડામણ અનુભવતા હતા. કોરોના લઇને એક બાજુ હીરા ઉધોગ બરાબર નહિ ચાલતો હોય સાથે પરિવારરની આર્થિક જરૂરિયાત પુરી ન કરી શકતા હોય તેના કારણે છેલ્લા લાંબા સમયથી માનસિક તણાવ અનુભવતા હતા.
જેને લઈને બુધવારે બપોરે તેમણે વરિયાવ ગામમાં એક ખેતરમાં પતરાની રૂમમાં લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા જહાંગીરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચિંતનભાઈએ આર્થિક સંકડામણના હોવાનું સામે આવ્યું છે જોકે બનાવના પગલે આ રત્નકલાકરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રતિકાત્મક તસવીર
સુરતમાં આવેલ ગોપીપુરા વિસ્તારમાં રામજીની પોળ શિવકૃપા એપાર્ટમેન્ટ ખાતે રહેતા નરેશભાઈ ગણેશભાઈ રાણા ગારમેન્ટનો વેપાર કરતા હતા. લોકડાઉન બાદ ગારમેન્ટનો ધંધો પડી ભાંગતા તેઓ હતાશ થઈ ગયા હતા જોકે દિવાળી સમયે વેપાર ચાલશે તેવી તેમની આશા હતી પણ દિવાળી માં પણ વેપાર ન થતા તે માનસિક તણવામાં આવી ગયા હતા અને આવેશમાં આવી જઈને બુધવારે રાત્રે તેમણે પોતાના ઘરમાં હીંચકાના કડા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રતિકાત્મક તસવીર