જો કે આ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને લઈને એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને સ્વસ્તિક પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી અવધ મોબાઈલની દુકાન સામે રોડ પર 35 હજારની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો હતો. અને લાંચની માંગણી કરનારા બંને અધિકારીઓની પણ એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.