મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તરમાં રહેતા ફરિયાદી એ વિવેક કરશનભાઇ નાઇ ફરિયાદ આપી હતી કે અજાણ્યા ઈસમો ચપ્પુ બતાવી ને સોનાની વીટી,ચાંદીની લક્કી,મોબાઇલ ફોન તથા પાકીટ ની લુટ કરી નાશી ગયેલ છે બનાવ પગલે ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે જે રીતે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો તે પરથી પ્રથમથી જ તમામ અધિકારીઓને શંકા ગયેલ હોય જેથી સાચી હકીકત શોધવા માટે પોલીસ કામે લાગી હતી.
અમારી સમક્ષ રજુ કરતા ફરિયાદીને બોલાવી સધન પુછપરછ કરતા શરૂઆતમાં ગલ્લા તલ્લા કરી ત્યાર બાદ ભાંગી પડી પોતે ખોટી ફરિયાદ આપેલ હોવાની કબુલાત કરેલ હતી. ફરિયાદીએ શા માટે લૂંટની ખોટી ફરિયાદ આપીને પોલીસને દોડાવી? ફરિયાદ પોતાને ઓનલાઇન જુગાર રમવાની આદત હોય અને એક લાખ રૂપીયા જેવુ દેવુ થઇ ગયેલ હોય જેથી જે દેવુ ચુકતે થઇ જાય તેમજ ધરવાળાને કઇ ખબર ના પડે જેના માટે પોતે પ્લાન બનાવી પોતે સુપરવાઇઝરને ખોટો ફોન કરી ફરિયાદને અંજામ આપેલ હતો.