કોરોના વાયરસનું (coronavirus) સક્ર્મણ અટકાવ માટે દેશભરમાં લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ દર્દી અમદાવાદ (Ahmedabad) ખાતે નોંધાયા છે. ત્યારે હોટસ્પોટ (Hotspot) જાહેર થયેલા અમદાવાદથી મોટરસાયકલ (bike) ઉપર સુરત પરત આવેલા કડીયાકામ કરતા યુવાનને કતારગામ પોલીસે કતારગામ જીઆઇડીસી ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. જોક પોલીસે પૂછપરછમાં અમદાવાદથી આંતરીક રસ્તાઓનો ઉપયોગ કરી 30 કલાકે સુરત ખાતેના ઘર પાસે પહોંચ્યો હતો. જોકે પોલીસે તેને હોમ કોરન્ટાઇન કર્યો <br />હતો. (કિર્તેશ પટેલ, સુરત) (પ્રતિકાત્મક તસવીર)
લોકડાઉનના કારણે શહેરની બહાર ગયેલા લોકો લોકડાઉનને લઇને ફસાય ગયા છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં ગતરોજ કતારગામ પોલીસ ગત સવારે 11.30 વાગ્યે કતારગામ જીઆઇડીસી ચાર રસ્તા પાસે લોકડાઉનના અમલ માટે વાહન ચેકિંગ કરતી હતી. ત્યારે અશ્વનીકુમાર સ્મશાનભૂમિ તરફથી એક મોટરસાયકલ ઉપર એક યુવાન આવતા તેને અટકાવ્યો હતો. (પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર)
યુવાને પોતાની ઓળખ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કતારગામ બળવંતનગરની સામે પાર્થ કોમ્પલેક્ષની બાજુમાં કાંતેશ્વર સોસાયટી ઘર નં.86માં રહેતા અને કડીયા કામ કરતા જયેશ હસમુખભાઈ વેગડ તરીકે આપી હતી. તે કડિયાકામ કરતો હોવાને લઇને મોરબી ગયો હતો. અને બાદમાં લોકડાઉન જાહેર થતા અમદાવાદના વટવામાં મિત્રને ત્યાં પહોંચ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)
જોકે મુખ્ય માર્ગ પર પોલીસ તેને અટકાવે માટે તે યાત્રિક રસ્તા દ્વારા 5 કલાકની મુસાફરી હતી. તેના બદલમાં 30 કલાકની મુસાફરીકારીને સુરત ખાતે પહોંચ્યો હતો. જોકે ઘર પોહ્ચે તે પહેલા ઘર નજીક પોલીસે તેને ઝડપી પડ્યો હતો. જોકે કતારગામ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ તે હોટસ્પોટ વિસ્તારમાંથી સુરત આવ્યો હોય મહાનગરપાલિકાને પણ જાણ કરી હતી. મહાનગરપાલિકાએ તેને હોમ કોરન્ટાઇન કર્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)