કિર્તેશ પટેલ, સુરતઃ સોસીયલ મીડિયામાં (social media) જે રીતે લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે તેની સાથે દૂર ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. સુરતમાં (surat case) એક કિસ્સો એવો સામે આવ્યો જે સાબળતા ચોકી જશો દેવું થઈ જતાં વેપારીએ (trader) બીજાના બીમાર પુત્રને પોતાનો બતાવી 3 લાખ ઉઘરાવ્યા હકીકત એવી છે. સુરતના એક યુવકને શેરબજારમાં (share market) દેવું થતા ભરપાઈ કરવા પુત્રના ઈલાજના નામે સોશિયલ મીડિયામાં ખોટો અલગ અલગ રીતે પ્રચાર કરી 3.17 લાખનું ફંડ ઉઘરાવવાનું ઉત્તરાખંડના (uttrakhand treder) વેપારીને ભારે પડયું છે. પોલીસ ફિરયાદ (police complaint) થતા સુરત સાયબર ક્રાઇમે (surat cyber crime) ઉત્તરાખંડ રહેતા જનરલ સ્ટોરના વેપારી સંદીપ શાંતિરંજન મંડલની ધરપકડ કરી છે. બીજાના દીકરાને પોતાનો દીકરો બતાવ્યો હતો. આખરે મામલો ફૂટતા પોલીસ પકડમાં આ ઈસમ આવી ગયો છે.
જે ઉત્તરાખંડના વેપારીએ ફંડ ભેગુ કરવા રાંદેરમાં રહેતા 2 વર્ષનું બાળક જે જન્મજાત પ્રોફાઉન્ડ હિઅરીંગ લોસ બિમારીથી પિડાય છે. તેના નામે ફંડની ઉઘરાણી કરતો હતો. તેને પોતાનું સંતાન બતાવી બાળકના ફોટો અને હોસ્પિટલના ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર મુકયા હતા. રાંદેરમાં રહેતા બાળકના પિતાને ખબર પડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.
આ બાબતે પોલીસે પહેલા ખરાઈ કરી બાદમાં ગાબ્બીરતાથી લઈ સુરત સાયબર પોલીસે ફિરયાદના આધારે પોલીસે કેટ્ટો કંપનીનો સંપર્ક કરી 3.17 લાખની રકમ અટકાવી હતી. તે રકમ કેટ્ટો કંપનીએ રાંદેરના 2 વર્ષના બાળકની સારવાર માટે આપ્યા હતા. ઉત્તરાખંડના વેપારીએ આ બાળકનું નામ બદલી પોતાનું બતાવી ડોક્યુમેન્ટ અને બેંક ખાતાની વિગતો કેટ્ટો કંપનીને મોકલતા બાળકના નામે વેપારીના ખાતામાં 3.17 લાખ જમા થયા હતા.
પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ માર્કેટિંગ કરતા યુવકનું 2 વર્ષનું બાળક પ્રોફાઉન્ડ હિઅરીંગ લોસ બિમારીથી પિડાય છે. જેની સારવારનો ખર્ચ 30 લાખ ની જરૂરી છે જેથી આ ખર્ચ કરી શકે તેમ ન હોવાથી કેટ્ટો કંપની કે જે ક્રાઉડ ફંડીગ ભેગુ કરે છે તેનો સંપર્ક કરી અરજી કરી હતી પરંતુ અરજી નામંજૂર થઈ હતી. જેથી બાળકના પિતાએ ફોટો અને હોસ્પિટલના ડોક્યુમેન્ટો સોશિયલ મીડિયા પર મુકયા હતા.
આમ ઉત્તરાખંડના વેપારીએ આ બાળકનું નામ બદલી પોતાનું બતાવી ડોક્યુમેન્ટ અને બેંક ખાતાની વિગતો કેટ્ટો કંપનીને મોકલતા બાળકના નામે વેપારીના ખાતામાં 3.17 લાખ જમા થયા હતા. પરંતુ રેલો આવતા વેપારીએ કંપનીને પરત કર્યા હતા. આખરે સુરત સાયબર પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેના બેક એકાઉન્ટના આધારે વધુ તપાસ શરૂ કરી છે.