પુત્રને બ્રાન્ડેડ વસ્તુઓ અને સ્પોર્ટસ કારનો શોખ હોવાને કારણે દીક્ષા લેવાના નિર્ણયને બદલવા તેના પિતા અને સબંધીઓએ સ્પોર્ટસ કાર, મર્સિડીઝ કે ઓડી કારની પણ ઓફર આપી હતી. સુરતના માત્ર વીસ વર્ષના યુવાને પિતાની આકર્ષક ઓફર ઠુકરાવીને એક સન્યાસી બનવાનું પસંદ કર્યું છે. પુત્ર અને પિતા વચ્ચેની આ ડીલ સફળ એટલા માટે ન થઈ કારણ કે કરોડપતિ પિતાની આ ડીલથી વધુ આકર્ષક ડીલ યુવકને સન્યાસી જીવનમાં દેખાઇ.
યશે પિતાની કરોડોની સંપત્તિ ઠુકરાવવાનો નિર્ણય કર્યો ત્યારે આયુષી એ પણ કપડા ફેશન અને ઝવેરાત નો ખૂબજ શોખ હતો, પરંતુ અચાનક જ આયુષી ને લાગ્યું કે આ બધું તો નશ્વર છે આયુષી એ જણાવ્યું કે જ્યારે તે જૈન મુનિઓ સાથે વિહાર કરવા ગઈ ત્યારે અચાનક જ તેને ભૌતિક વસ્તુઓ પ્રત્યે મોહ હતો તે છૂટી ગયો હતો. આજ કારણ છે કે તે તેને પણ સંયમ જીવન વ્યતિત કરવાનો નિર્ણય કર્યો.