Home » photogallery » surat » સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

Surat Crime News: ગુજસિકોટ  તેમજ લેન્ડ ગેબિંગનો (Land gabbing) ગુના સહિત અન્ય અસંખ્ય ગુણમાં સજ્જુ કોઠારી સંડોવાયેલો છે, સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે (Crime branch) શુક્રવારે મળતાંની સાથેટીમ તૈયારી કરી દીધી હતી.

  • 16

    સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

    કિર્તેશ પટેલ, સુરતઃ માથાભરેની છાપ ધરાવનાર સજ્જુ કોઠારી (Sajju Kothari) આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચના (surat crime branch) દિલધડક ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યો હતો ગુજસિકોટ  તેમજ લેન્ડ ગેબિંગનો (Land gabbing) ગુના સહિત અન્ય અસંખ્ય ગુણમાં સજ્જુ કોઠારી સંડોવાયેલો છે, સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે શુક્રવારે મળતાંની સાથેટીમ તૈયારી કરી દીધી હતી. ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજો બંધ હતો.

    MORE
    GALLERIES

  • 26

    સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

    આ દરવાજા પર કાંટા રૂપી લોખંડના ખિલ્લા જોવા મળ્યા હતા. આ જોઈ પોલીસ પાછી પણ ફરી શકે તેમ હતી. પરંતુ પોલીસે સીડી મંગાવી હતી અને સૌથી પહેલા એસીપી સરવૈયા સીડી પર ચઢી લોખંડનો મુખ્ય દરવાજો ઓળંગી પહેલા માળે પહોંચ્યા હતા. ત્યાર બાદ એક પછી એક 10થી વધુ જવાનો તે જ રીતે પહેલા માળે પહોંચ્યા.અહીં પણ દરવાજાને તાળું મારેલું હતું છતાં પોલીસે દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે, સજ્જુનું વોરન્ટ છે. દરવાજો ખોલો નહીં તો તોડી નાખીશું. દરવાજો ન ખુલ્યો એટલે બારીનો કાચ પોલીસે તોડી નાખ્યો.

    MORE
    GALLERIES

  • 36

    સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

    કાચ તૂટતા જ અંદરથી દરવાજો ખુલ્યો. ત્યાર બાદ એસીપી સહિત 20થી વધુ પોલીસ જવાનોએ 5 માળની બિલ્ડિંગ 10થી વધુ વખત ફેંદી વળ્યા. કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં. આ કવાયતમાં પોલીસે ફ્લોરિંગ પણ ચેક કર્યું હતું. પણ સજ્જુ મળ્યો નહીં છતાં બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી.પોલીસ ને બાતમી સાચી હોવાથી તપાસ ઘરમાં બનાવેલ ગુપ્તરૂમમાં સંતાયો હતો સજ્જુપોલીસે રૂમમાં તાપસ કરતા  મુખ્ય રૂમના ફર્નિચરની તપાસ કરી તેની પાસે ટીવી હતું.તેની બાજુમાં શોકેસ હતું, જેની સાઈડે એક લાકડાના દરવાજા જેવું હતું. તેને ધક્કો મારી જોતા તે ખુલ્યો નહીં એટલે પોલીસે તેને થપથપાવ્યો.

    MORE
    GALLERIES

  • 46

    સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

    આ દરવાજો ખખડાવતા અંદરથી બોદો અવાજ આવ્યો. જ્યારે ફર્નિચરની અંદર ખખડાવતા દિવાલ જણાઈ. આથી પોલીસને શંકા ગઈ કે, જે લાકડાનો દરવાજો હતો તેની અંદર જ સજ્જુ કોઠારી હોવો જોઈએ. બહારથી પોલીસે બુમો પાડી દરવાજો ખોલવા કહ્યું, પણ દરવાજો ખોલ્યો નહીં. અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો. અંદર જોતા જ સજ્જુ કોઠારી બેઠો હતો. અને ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો.

    MORE
    GALLERIES

  • 56

    સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

    માથાભરે આરોપી ને પકડવા માટે પોલીસે સાડા ચાર કલાકે ઓપરેશન પાર પાડ્યુંમહત્વની વાત એ છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે  આખુ ઓપરેશન સાડા ચાર કલાક લાગ્યા હતા.. સજ્જુ જે બિલ્ડિંગમાં હતો તેની તેની બાજુની બે બંધ બિલ્ડીંગમાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું. આ બંને બિલ્ડીંગ પણ સજ્જુની જ હતી. ત્યાં સર્ચ કરતાં તેનો સાગરિત સમીર સલીમ શેખ પણ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 66

    સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

    દિલધડક ઓપરેશન મામલે સુરત પોલીસ કમિશનર કરશે વધુ ખુલાસોઆધિકારી સાથે આ મામલે વેટ કરતા કહ્યું હતું આ દિલધડક  ઓપરેશન મામલે સુરત પોલીસ કમિશનર ખુલાસો કરવાના છે. ત્યારે હજુ પણ કંઈક ખુલાસો સજ્જુ કોઠારી માં થાય તેવી હાલ શકયતા સેવાઇ રહી છે. જોકે પોલીસે પાંચ કલાકની મહેનત બાદ ઓપરેશન પાર પાડી આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટમાં ૨૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે પહેલા જ ગુસ્સો ગુનો દાખલ થયા બાદ કોર્ટે જે શરતો મૂકી આ શરતનો ભંગ કર્યા બાદ સુરતમાં અવારનવાર આવા સાથે પાંચ લાખ ગુના નોંધાયા હતા ગુજરાતી પ્રથમ કેમ છે કે જેના વિરુદ્ધ એક નહીં પણ બે વખત ગુસ્સીટોક ગુનો દાખલ થયો છે ઘરે આરોપી વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવા માટે કોર્ટે પણ ગંભીરતાથી નોંધ લીધી છે.

    MORE
    GALLERIES