કિર્તેશ પટેલ, સુરત : સુરત (Surat News) શહેર પોલીસ કમિશનર અજય તોમર (ajay Tomar) દ્વારા શહેરમાં શાંતિ સલામતી અને ગુનાખોરીને (Crime News) રોકી હેતુ લક્ષી ઓપરેશન ક્લિન (Operation Clean) શરૂ કર્યું છે જેમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા અઢી વર્ષથી અપહરણ તથા પોસ્કો એકટના (POCSO Act) ગુનામાં નાસતા ફરતાં આરોપીને પાંડેસરા પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં જે રીતે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે જૂના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે. ખાસ કરીને હત્યા લૂંટ બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી લઈ તેના પર કાયદેસરની કાર્યવાહી સુરત પોલીસે શરૂ કરી છે.
તેવામાં પાંડેસરા વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષથી અપહરણ તથા પોકસો એકટના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશ ગોપાલ પૂરીને અંગત બાતમીના આધારે દમણથી ઝડપી પાડી પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ મથકથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2019 ભોગ બનનાર સગીર વયની બાળકીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે બળાત્કાર કરી નાસી છૂટયો હતો.