કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં લાંબા સમયથી કોફી શોપના (Cofee shop) નામે યુવક અને સગીર છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યા આપવાનો વેપલો ખીલ્યો છે. આજે શહેરના મોટા વરાછામાં (Varacha) ચાલતા કોફી શોપમાં 'કપલ બોક્સ' (Couple Box) પર પોલીસ ત્રાટકી હતી. જેમાં 10 કરતાં વધુ કપલની પોલીસે અટકાયત કરી છે.