પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલી એલ.પી. સવાણી સ્કૂલમાં (L.P. Savani school) ઓનલાઈન ક્લાસ (Online class) બંધ કરી દેવામાં આવ્યાં છે. વાલીઓ દ્વારા ફી (school fee) ન ભરવામાં આવી હોવાનું કહીને ક્લાસ બંધ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે વાલીઓએ સ્કૂલ પ્રશાસનને રજૂઆત કર્યા બાદ કોઈ નિરાકરણ ન આવતાં DEO કચેરીએ પહોંચી રજૂઆત કરી છે. કોરોના વાયરસના (coronavirus) કારણે અત્યારે સ્કૂલ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે.