કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં સતત કોરોના વાઇરસનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે આ સક્ર્મણ અટકાવવા તંત્ર કમર કસીને કામે લાગી છે. ત્યારે રાજકીય આગેવાનો ક્યાંક માસ્ક પહેર્યા વગર તો ક્યાંક રેડ ઝોનમાં બાળકો એકત્ર કરી તાયફા કરી બાળકો અને લોકોમાં સંક્રમણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જોકે આ રાજકીય આગેવાન અને તેમાં શહેરના પ્રથમ નાગરિક પણ છે ત્યારે તેમના વીડિયો ફોટા વાઇરલ થતા અનેક લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં તંત્ર લોકોને માસ્ક પહેરવાની સૂચના આપે છે. દરમિયાનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના પુત્ર જીગ્નેશ પાટિલના ગઈકાલે માસ્ક વગર જાહેર કાર્યક્રમોના ફોટા વાઇરલ થયા હતા.
જોકે અહીંયાંથી ન અટકી શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ મળી રહ્યા છે જેને લઈને તંત્ર દ્વારા આ વિસ્તારને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા બાદ પણ પ્રદેશ પ્રમુખના પુત્ર જીગ્નેશ પાટીલ સાથે નવનુક્ત કોર્પોરેટ કૌલાસ બેન સોલંકી દ્વારા ગતરોજ વેસુ વિસ્તારમાં 136 નાના નાના બાળકોને એકત્ર કરી એક કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
સુરતમાં સતત કોરોના સક્ર્મણ વધી રહ્યું છે તેવામાં પહેલાં કરતા વધુ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા સતત કોરોના ટેસ્ટિગ સાથે સંક્રમણના ઘટાડવા માટે અનેક પ્રકારની કામગીરી કરી રહ્યું છે. સુરતમાં મોલ હોટલ સાથે સ્કૂલ અને કાપડ માર્કેટ બંધ કરવાની જાહેરાત કરી સંક્રમણ ઓછું કરવા માટે એડીચોટીનું જોર પાલિકા લગાવી રહી છે. ત્યારે રાજકીય આગેવાનો તાયફા કરી તંત્રની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે.
જોકે આ કાર્યક્રમમાં લોકોએ માસ્ક પહેર્યા હતા પણ રેડ ઝોનમાં બાળકોને એકત્ર કરી તેના જીવ જોખમ ઉભું કર્યુ હતું. જોકે આ જ કાર્યકમના બીજા ભાગમાં સાંજે શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાળા હાજર રહ્યા હતા. જોકે અહીંયા તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. જોકે આ વિસ્તાર રેડ ઝોનમાં આવતા લોકોને એકઠા કરવાની તંત્રની મનાઈ છે ત્યારે આ પ્રકારના કાર્યકમો અને તે પણ રેડ ઝોનમાં કેટલા યોગ્ય છે.
જોકે આ કાર્યકમ દ્વારા આ રાજકીય આગેવાન શહેને કોરોના મુક્ત કરવા માટે કાર્ય કરી રહ્યા છે કે કોરોનાગ્રસ્ત કરવા તે તો તેઓ જ જાણે. આ બંને કાર્યકમના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાની સાથે લોકોમાં રોશ જોવા મળી રહ્યો છે. મોલ હોટલ અને બાગ બગીચા બંધ ભલે હોય પરંતુ રાજકીય આગેવાનો માટે તમામ છૂટ છાટ આ તંત્રની બેવડી નીતિ સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. અને આવાજ કાર્યકમનો રોશ આગામી દિવસમાં તંત્રના કર્મચારીઓએ ભોગવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે