કિર્તેશ પટેલ, સુરત : કોરોના વાયરસનો સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. જ્યાં લોકો વધુ સંખ્યાયામાં એકત્ર થાય છે ત્યાં આ વાયરસ વધુ સક્રિય થાય છે ત્યારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનને સફાઈ કરવા સાથે લોકોને જાગૃત કરવાની ગાઈડલાઈન હોવાને લઇને સુરત એસટી વિભાગ દ્વારા બસ ડેપો પાર સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યુ હતું.