પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ દિવાળી પર્વ (Diwali festival) નજીક આવી રહ્ના છે ત્યારે શહેરના બજારોમાં રવિવારે ખરીદી નીકળતા કોરોનાને કારણે ચિંતામાં રહેલા વેપારીઓને આગામી દિવસોમાં વધુ ઘરાકી નીકળવાની આશા બંધાઇ રહી છે. શહેરના ચૌટાબજાર (chautabazar) અને વરાછા રોડના (Varachha road) હીરાબાગ ખાતે ભરાતા બજારમાં આજે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પરંતુ લોકોએ કોવિડ 19ની (covid-19) ગાઇડલાઇનો (corona guideline) જબરજસ્ત ભંગ કર્યો હતો. કોરોનાની ગાઇડલાઇનના આજે ચૌટા બજારમાં લીરે લીરે ઉડયા હતા. કોઇ સોશિયલ ડિસ્ટન્સ નહિ, કેટલીક જગ્યાએ માસ્ક નહિ તેમજ હાથ સાફ કરવા માટે પણ કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. હજારો લોકો રોડપર બેફામ થઇને ખરીદી કરવા નીકળા હતા.
પરંતુ લોકો ભુલી ગયા છેકે કોરોના હાલમાં સંપુર્ણ પણે સુરત શહેરમાંથી નાબુત નથી થયો અને તહેવારને લઇને મનપા કમિશ્નર દ્વારા ખાસ સુચના આપવામાં આવી છેકે પરિવાર સાથે તહેવાર મનાવો પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે જે જરૂરી છે તે શોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક ખુબજ જરૂરી છે. પરંતુ આજે ચૌટા બજારમાં જે દ્રશ્યો દેખાયા છે તે ખરેખર ચિંતાનો વિષય છે.