Home » photogallery » surat » સુરત: બેંકોમાં કામ કરતા લોકોમાં કોરોના સંક્રમણ વધ્યું, બેંકોમાં જવાનો આગ્રહ જવાબદાર

સુરત: બેંકોમાં કામ કરતા લોકોમાં કોરોના સંક્રમણ વધ્યું, બેંકોમાં જવાનો આગ્રહ જવાબદાર

સુરતમાં બેકોમાં કેસ વધવાનું કારણ સામાન્ય રીતે લોકોની વધુ પડતી અવરજવર જણાવવામાં આવી રહ્યું છે.

  • 15

    સુરત: બેંકોમાં કામ કરતા લોકોમાં કોરોના સંક્રમણ વધ્યું, બેંકોમાં જવાનો આગ્રહ જવાબદાર

    પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: શહેરમાં કોરોના સંક્રમણ (Coronavirus)ને ધટાડવા માટે તંત્ર તરફથી અનેક પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ સમયાંતરે નવા સુપર સ્પ્રેડર (Corona super spreader) સામે આવી રહ્યા છે. હાલમાં સુરત શહેરની બેંકોમાં કોરોના પોઝિટિવ (Corona Positive Cases) કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લા બે દિવસમા સુરતની બે નેશનલ બેંકોમાંથી 13 કેસ મળ્યા છે, જ્યારે સુરતની જ એક કો-ઓપરેટિવ બેંકમાંથી એક સપ્તાહમાં 20 જેટલા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. 

    MORE
    GALLERIES

  • 25

    સુરત: બેંકોમાં કામ કરતા લોકોમાં કોરોના સંક્રમણ વધ્યું, બેંકોમાં જવાનો આગ્રહ જવાબદાર

    સુરતમાં બેકોમાં કેસ વધવાનું કારણ સામાન્ય રીતે લોકોની વધુ પડતી અવરજવર જણાવવામાં આવી રહ્યું છે. બેંકો તરફથી ઓનલાઇન સુવિધા આપવામાં આવી હોવા છતાં લોકો બેંકોમાં જવાનો આગ્રહ રાખે છે. સુરતની યુનિયન બેંકના સિનિયર એમ્પ્લોય અને યુનિયન સેક્રેટરી સંજીવ દલાલ જણાવે છે કે, તમામ બેંકો મોટાભાગે ઓનલાઇન ફેસિલિટી આપી રહી છે. પરંતુ ખાસ કરીને ઓછું ભણેલા લોકો અને વૃદ્ધ લોકો પોતાની આદતને કારણે બેંકો સુધી આવે છે. જેનાથી સંક્રમણનો ભય રહે છે. ચેકને ડિપોઝિટ બોક્સમાં નાખવાની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ લોકો બેંકમાંથી સિક્કા મરાવવાનો આગ્રહ રાખે છે. જેનાથી સંક્રમણ વધે છે. 

    MORE
    GALLERIES

  • 35

    સુરત: બેંકોમાં કામ કરતા લોકોમાં કોરોના સંક્રમણ વધ્યું, બેંકોમાં જવાનો આગ્રહ જવાબદાર

    સુરતની બેંકો પર પણ તપાસ કરતા જણાવા મળ્યું હતું કે, ઓછું ભણેલા લોકો, ટેક્નોલોજીનો ઉપયોગ ન કરનારા લોકો લાઇનોમાં વધારે જોવા મળે છે. જેઓ સ્માર્ટફોન નથી વાપરત તેવા લોકો પણ બેંકોમાં જોવા મળે છે. સાથે સાથે જેમને ઓનલાઇન ફેસિલિટી પર વિશ્વસ નથી તેઓ પણ બેંક સુધી ધક્કા ખાઇ છે. આ કારણે બેંકના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    સુરત: બેંકોમાં કામ કરતા લોકોમાં કોરોના સંક્રમણ વધ્યું, બેંકોમાં જવાનો આગ્રહ જવાબદાર

    ગતરોજ સુરતની ICICI બેંકમાં સાત કેસ, બેંક ઑફ બરોડામાં છ પોઝિટિવ કેસ આવ્યા હતા. જ્યારે પીપલ્સ કો. ઓપરેટિવ બેંકની શાખામાંથી એક સપ્તાહમાં 20 પોઝિટિવ કેસ આવ્યા છે. આ ખરેખર ચિંતાનો વિષય છે.

    MORE
    GALLERIES

  • 55

    સુરત: બેંકોમાં કામ કરતા લોકોમાં કોરોના સંક્રમણ વધ્યું, બેંકોમાં જવાનો આગ્રહ જવાબદાર

    સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 35 હજારને પાર: ગુજરાત રાજયના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 35 હજારને પાર થઈ ગઈ છે. શુક્રવારે બપોર સુધી શહેરમાં 102 કેસ નોંધાયા છે. આ સાથે સુરત શહેરમાં કેસની સંખ્યા વધીને 25,413 ઉપર પહોંચી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બપોર સુધી 41 કેસ સાથે કેસની નોંધાયા છે. આ સાથે ગ્રામ્યમાં કેસની કુલ સંખ્યા 9,595 થઈ છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ કેસનો આંકડો 35,0008 થયો છે. જેમાંથી 31,945 લોકો કોરોનામુક્ત થયા છે. જ્યારે 990 દર્દીનાં મોત થયા છે.

    MORE
    GALLERIES