Crime News: મહિનામાં ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લોભામણી (ponzi scheme) સ્કીમ આપી સાડા પાંચ લાખ લોકોની આઇડી બનાવી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હતી. સમગ્ર મામલે પોલીસે એકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. પાંડેસરામાં ચીકુવાડી ખાતે આવિર્ભાવ સોસાયટીમાં રહેતા મોહન આનંદા પાટીલ સાડીનો વેપાર કરે છે. ગત તા. 10/7/21 ના રોજ મિત્ર હસ્તક ડિંડોલીના રિઝન્ટ પ્લાઝામાં આર.ઇ.ગોલ્ડ નામથી અજય કઠેરિયાએ ઓફિસ શરૂ કરી છે અને જેમાં રોકાણ કરવાથી ઊંચો નફો મળશે એવી જાણકારી મળી હતી. જેથી તેઓ રિઝન્ટ પ્લાઝામાં આર.ઇ.ગોલ્ડ નામની ઓફિસે ગયા હતા.
<br />શરૂ-શરૂમાં પાકતી તારીખે નફાની રકમ ચૂકવાતી હોય મોહનભાઇએ તેમના સગાંસંબંધીઓ અને મિત્રો વિગેરે મળી 242 લોકોના આઇડી ખોલાવવા 5.80 લાખ કંપનીમાં જમા કરાવ્યા હતા. જો કે ત્યારબાદ પૈસા આપવાનું બંધ કરી દીધા હતા. જેથી સમગ્ર મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજય કઠેરીયાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.