Home » photogallery » surat » સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

Surat Crime News: પરિવારની જાણ બહાર લીધેલી બેન્ક લોનના હપ્તા (Bank loan EMI) નહીં ભરી શકતા કડક ઉઘરાણીને લઈ મેહુલ દેવગણિયા નામના યુવકે માનસિક તણાવમાં આપઘાતનું (suicide) પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.

  • 15

    સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

    કિર્તેશ પટેલ, સુરતઃ સુરત શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ (surat suicide) છાસવારે બનતી રહે છે. તાજેતરમાં એક વિદ્યાર્થીએ પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આજે શનિવારે એક પરિણીત યુવકે લગ્નનું (marriage) માંડ એક વર્ષ થયું હતું ત્યાં ઝેરી દવા પીને આત્મહત્યા (boy drunk poison) કરી લીધી હતી. જોકે, ઘટના અંગે જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી હતી. જહાંગીર પોલીસને પ્રાથમિક (jahangir police) તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવક આર્થિક ભીંસમાં આવી ગયો હતો અને બેન્ક લોનના (bank loan EMI) હપ્તા ન ભરી શકવાના કારણે જીવન ટૂંકાવવા જેવું પગલું ભર્યું હતું.

    MORE
    GALLERIES

  • 25

    સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

    ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો અને રત્ન કલાકાર તરીકે કામ કરતા યુવક મેહુલ દેવરાજ દેવગણિયા  આપઘાત કરી લેતા પરિવાર શોક માં ગરકાવ થઈ ગયો હતો. મરનાર યુવક  માતા-પિતા, નાના ભાઇ અને પત્ની સાથે રહેતો હતો. મેહુલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. સૌરાષ્ટ્રના મહુવાના વતની મેહુલ રત્નકલાકાર તરીકે કામ કરી આખા પરિવારનું ભરણ-પોષણ કરતો હતો.

    MORE
    GALLERIES

  • 35

    સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

    જોકે ઘરના કમાઉ સદસ્યના મોત બાદ પરિવારે આર્થિક સહારો ગુમાવી દીધો છે. લોન ઉઘરાણીને કારણે આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણ ???​​​​​​​ પરિવારે ના આક્ષેપ છે કે મરનાર મેહુલ પાસે બેન્ક વાળા લોનની દિવસથી ઉઘરાણી કરતા હતા. જોકે કેટલાની લોન હતી. એ બાબતે કશી જ ખબર ન હતી.

    MORE
    GALLERIES

  • 45

    સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

    મેહુલે જહાંગીરપુરા કનાદ ફાટક નજીકની નહેર પર મિત્ર સાથે ગયા બાદ મિત્રની નજર ચૂકવી ઝેરી દવા પી લીધી હતી. જોકે દુર્ગંધ આવતા મિત્ર એ દબાણથી પૂછતા, મેહુલે ઝેરી દવા પીધી હોવાનું જણાવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જઈને પરિવારને જાણ કરાઈ હતી. જોકે ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો અને ટૂંકી સારવાર બાદ મેહુલનું મોત નીપજ્યું હતું.

    MORE
    GALLERIES

  • 55

    સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

    હાલ તો આ મામલે જહાગુર પૂરા પોલીસે મૃતદેહનો કબજો લઈને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે પરિવારના આક્ષેપ છે કે લોનની ઉઘરાણી કારણે આપઘાત લર્યો છે ત્યારે હવે હકીકત શુ છે તે દિશા સુરત પોલીસ તપાસ કરી રહી છે.

    MORE
    GALLERIES