કિર્તેશ પટેલ, સુરત : સુરતના પાંડેસરા (Pandesar Surat) વિસ્તારમાં બુટલેગર દ્વારા (Bootlegger Killed Youth) યુવકની હત્યામાં પોલીસે (Surat Police) બે આરોપીઓની (Surat crime) ધરપકડ કરી છે. જો કે 2015માં મરનાર યુવક બુટલેગર ઉપર હુમલો કર્યા બાદ મુંબઇ ખાતે ભાગી ગયો હતો અને પરિવારને મળવા આવતા જ બુટલેગર દ્વારા તેની હત્યા કરી નાખી હતી. યુવકની હત્યાના પગલે (Murder) પરિવારે સોસાયટીમાં યુવકની અંતિમ ક્રિયાની જીદ પકડી હતી સ્થાનિક લોકોની સમજાવટથી યુવકની કરવામાં આવી અંતિમક્રિયા
જોકે આ સમગ્ર મામલે કરનાર યુવકે 2015માં બુટલેગર ઉપર ચાકુ વડે હુમલો કર્યા બાદ મુંબઇ ખાતે જતો રહ્યો હતો અને પરિવારને મળવા માટે એક અઠવાડિયા પહેલાં જ પરિવારને મળવા માટે સુરત ખાતે આવ્યો હતો ત્યારે જૂના ઝઘડાની અદાવત રાખીને બુટલેગર અને તેના મળતીયાઓ દ્વારા કનૈયા નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
જોકે સમગ્ર વિસ્તારને પરિવારે માથે લીધા બાદ સ્થાનિક લોકોની સમજાવટના અંતે યુવકની અંતિમ ક્રિયા માટે તેનો મૃતદેહ સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો પાંડેસરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂના વેપાર ચાલી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂ ના વેપાર સાથે અને આ જ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના યુવકોને સંકળાયેલા હોવાને લઇને પોલીસ તેમના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી શકતી નથી.