કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના ડભોલી વિસ્તારમાં (surat news) આવેલી એમ સ્ક્વેર બિલ્ડીંગમાં ભીષણ આગ (fire in building) ફાટી નીકળી હતી. બીજા માળે લાગેલી આગને કારણે ત્રીજા માળે 20 વિધાથીઓ (students) સહિત બાળકો ફસાયા હતા. બનાવને પગલે ફાયરને જાણ કરવામાં આવતા ફયરની ટીમે ઘટના સ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
જેનો ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો. જેથી ઉપર વિદ્યાર્થીઓ ઉપર ફસાઈ ગયા હતાં. જેઓને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં. ઉપરના ભાગે એક ડીવાઇન aejyulesh ટ્રસ્ટ એક ક્લાસિસ ચાલતું હતું. જેમાં વીર્ધાથીઓ ફસાયા હતા જોકે તમમને રેસ્કયું કરીને ઉગ્રાઈ લેવામાં આવતા પરિવારજનો રાહતનો શ્વાસ લીધો હતો.