બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને અજાણી મહિલા દ્વારા બે અલગ અલગ લેટર મોકલી બદનામ કરવાની ધમકી આપી દોઢ કરોડની ખંડણી માંગી હતી પરંતુ મંત્રીના ક્લાર્કની ફરિયાદ બાદ બારડોલી પોલીસ હરકતમાં આવી અને ટાઉનમાં અલગ અલગ જગ્યાના સી.સી.ટીવી ચેકવકરતા અજાણી મહિલાની ઓળખ થઇ હતી. (કેતન પટેલ, સુરત)
રાજ્યના કેબિનેટ મંત્રીને ઈશ્વર પરમારને લેટર દ્વારા આપી ધમકી બે અલગ અલગ લેટર દ્વારા અપાઈ હતી બદનામ કરવાની ધમકી ' એક ચિઠ્ઠી કાર્યાલય પર અને બીજી ચિઠ્ઠી પરિચિત મિત્રના ઘરે ચિઠ્ઠીમાં લખી હતી. બદનામ, બદનક્ષી કરવાની ધમકી અને માંગી હતી દોઢ કરોડની ખંડણી મંત્રીના ક્લાર્કની ફરિયાદના પગલે બારડોલી પોલીસ આવી હરકતમાં બારડોલી પોલીસે સી.સી.ટીવીના આધારે ખંડણીખોર મહિલાની કરી ઓળખમહિલા નીકળી બારડોલીની અને નામ પ્રવીણા મેસુરીયા હોવાનું બહાર આવ્યું હતું. મહિલા સમક્ષ સનસનીખેજ ખુલાસો, ટીવી પર આવતી ક્રાઇમ સિરિયલ જોઈ કારસ્તાન રચ્યું હતું. પોલીસે મહિલાની અટકાયત કરી હતી.
જોકે આ ઘટના બાદ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે આપી હતી આવી પ્રતિક્રિયા જે મહિલા બારડોલી પોલીસના હાથે ઝડપાઇએ મહિલાનું પરિવાર આર્થિક રીતે સુખી સંપન્ન પરિવાર છે. પરંતુ મહિલાના આ કારસ્તાનથી પરિવાર પણ આઘાતમાં છે. પોલીસની વાત માનીએતો આ મહિલા સતત ટીવી પાર આવતી ક્રાઇમ સિરિયલ જોતી હતી અને એનાથી પ્રેરાઈને આ આખું સડયંત્ર રચી નાખ્યું,