વેનિસ વીએનાલે નામનો એક શુ પ્રસિદ્ધ શો છે જેમાં દુનિયા ભરના કલાકારો પોતાનો આર્ટ ત્યાં રજુ કરતા હોય છે. ભારતમાંથી પણ ગાંધીજીના યાદોથી જોડાયેલા ઘણા આર્ટ રજુ કરવામાં આવ્યા હતા . જેમાં ખાસ હરિપુરા પેનલ્સ નામનું આર્ટ વિશેષ રૂપથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ આર્ટ વિશે વિશેષ વાત કરીએ તો 1937-38માં મહાત્મા ગાંધીજીએ શાંતિ નિકેતન કલાભવનના તત્કાલીન આચાર્ય નંદલાલ બોઝને બોલાવ્યા અને ભારતીય લોકોની રહેણી કરણી પર એક આર્ટ તૈયાર કરવાનું સૂચવ્યું હતું.
બારડોલીના હરિપુરા ગામનો મહાત્મા ગાંધીજી સાથે એક અનેરો સબંધ છે ઇ.સ 1902 માં ગાંધીજી વિદેશ અભ્યાસ માટે ગયા હતા ત્યારે ત્યાં હરિપુરના 22 જેટલા પરિવાર સાથે રોકાયા હતા અને હરિપુરા ગામનો વિકાસ થાય તે હેતુથી તેઓએ હરિપુરા સુધારણા ટ્રષ્ટની સ્થાપના કરી. ત્યાર બાદ ઇ.સ1938 માં કોંગ્રેસનું 51મું અધિવેશન જે હરિપુરા ગામે કરવામાં આવ્યું હતું.
ઇ.સ 1938નું કોંગ્રેસનું 51મું અધિવેશન એટલે આઝાદીની લડતનો પાયો. આ અધિવેશન બારડોલીના હરિપુરા ગામે કરવામાં આવ્યું હતું. જેમાં હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજીની આગેવાનીમાં જોડાયા હતા. ત્યારે આજના તબબકે મહાત્મા ગાંધીજીને યાદ કરીએ એટલે અચૂક તેમનો હરિપુરા ગામ સાથેનો અનેરો સબંધ યાદ આવતો હોય છે.
2009માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓ દ્વારા હરિપુરની ઐતિહાસિક ભૂમિથી ખેતી વિષયક નકલો ઓનલાઈન કરવાની સુવિધાની શરૂઆત પણ અહીંથી જ કરવામાં આવી હતી. ત્યારે હાલ સમગ્ર ભારત 150મી મહાત્મા ગાંધીજી જયંતીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે તેઓની સાથે સાથે અચૂક હરિપુરા ગામને યાદ કરવું રહ્યું.