કિર્તેશ પટેલ, સુરત : સુરત પોલીસ (Surat Police) આમતો ગુનાખોરી ડામવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે ગુનાખોરી કરતા અથવા ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા લોકોનો એક યુવકે વીડિયો બનાવી વાઇરલ (Viral Video) કર્યો હતો જોકે આ મામલે વીડિયો વાઇરલ કરનાર યુવાનને પોલીસ બળજબરીથી પોલીસ મથકે લઇ જઈ અને વીડિયો વાઇરલ કરવાની સજા રૂપે (Police Beaten Youth) ઢોર માર માર્યો હતો. જોકે યુવાને સમાજ સેવા કરવી ભરી પડી હતી જોકે આ યુવાને અડાજણ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
સુરત શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે જેને ડામવામાં સુરત પોલીસ સદંતર નિસ્ફળ નીવડી છે ત્યારે શહેરમાં ચાલતી કેટલીક ગેરકાદેસરની પ્રવૃત્તિ માટે શહેરના કેટલાક જાગૃત નાગરિક સતત લેખિતમાં ફરિયાદ કરતા હોય છે ત્યારે સુરત ના પાલ ખાતે સુદ આવાસમા રહેતો ભદ્રેસ ભગતે સુરતના પાલ વિસ્તારમાં આવેલ તાપી નદીમાં કેટલાક લોકો ગેરકાયદેસર ર્ર્ર્રેતી ખનન ખરી ગેરકાયદેસરણ પ્રવૃત્તિ કરે છે તેની ફરિયાદ લેખિતમાં પોલીસ કમિશનર ને કરી હતી.
જોકે આ ફરિયાદ બાદ પણ આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ થઈ નહોતી જેને લઈને આ જાગૃત નાગરિક દ્વારા આ રેતી ખનનનો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. જોકે આ વીડિયો ઉચ્ચ અધિકારીના હાથમાં લગતા પોલીસને કાર્યવાહી માટે સતત દબાણ અધિકારી દ્વારા કરવામાં આવતા પોલીસ દ્વારા આ વિડીયો વાઇરલ કરનાર યુવાનને શોધી કાઢવામાં આવ્યો હતો.