કિર્તેશ પટેલ, સુરત : સુરતના ડુમસ (Surat Dumas Road) રોડ પર આવેલી સેવન સ્ટાર હોટલમાં (Murder in Seven Stat Hotel of Surat) હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી હોટલના એકાઉન્ટ મેનેજર બપોરે 23 લાખ રૂપિયા લઈ બેગમાં જતા હતા તે સમયે અચાનક તેઓ ગુમ થઈ ગયા હતા. તેની જાણ હોટેલના સંચાલકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી પોલીસે આવીને તપાસ કરતાં મેનેજરની સ્ટોરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જો કે પોલીસ તપાસ દરમ્યાન હોટલના કર્મચારીની સંડોવણી બહાર આવતાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી લૂંટના લાખ રૂપિયા કબજે કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના ડુમસ રોડ ઉપર આવેલી સેવન સ્ટાર Le Meridien હાલમાં જ નામ ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર એલ.એલ.પી. હોટલમાં એકાઉન્ટ વિભાગમાં મેનેજર તરીકે છેલ્લા સાત વર્ષથી કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની એવા જીવંત રાવત પોતાની પાસે રહેતા ૨૩ લાખ રૂપિયા લઈને બેંકમાં ભરવા જવા નીકળ્યા બાદ અચાનક તેમનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો.
જોકે તેમનો ફોન ના લાગતા હોટલમાં કામ કરતાં કર્મચારીઓ ને શંકા જતાં તેઓ દ્વારા સુરતના ડુમસ પોલીસને જાણ કરવામાં આવી હતી ડુમસ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે તપાસ દરમિયાન એક કર્મચારીના બુટ પરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા જેને લઈને પોલીસને શંકા ગઈ હતી કે પૈસાને લઇને તેમની હત્યા કરવામાં આવી હોય તેવું લાગતા પોલીસે કડકાઇથી તપાસ શરૂ કરતાં હોટલમાં કામ કરતો અને સ્ટોર કીપર મેનેજર વીરેન ઉર્ફે વાહીદ સૈનીના બૂટ પરથી લોહીના ડાઘા મળી આવતા પોલીસે આ કર્મચારીને કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી.
બાકીના રૂપિયા આ ગુનામાં તેની સાથે અન્ય કયો કર્મચારી સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે તે 20 લાખ રૂપિયા એકાઉન્ટ મેનેજર પાસે હોવાની જાણકારી હોવાને લઈને પોતાને રૂપિયાની જરૂર હતી જેને લઇને તેઓ દ્વારા મેનેજરની હત્યા કરી તે ૨૦ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવ્યો હોવાની કબૂલાતના પગલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે