સુરત નજીક નેશનલ હાઇવે નંબર 8 પર થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં ત્રણથી વધારે લોકો ઘાયલ થયા છે. આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.
2/ 5
મળી રહેલી માહિતી પ્રમાણે નેશનલ હાઇવે નં-8 પર વાલેસા પાટીયા નજીક આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
विज्ञापन
3/ 5
નેશનલ હાઇવે પર ઉભા રહેલા એક ટ્રેક્ટરને એક ટેમ્પોએ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ટેમ્પોના ચાલક અને રસ્તાની બાજુમાં ઉભા રહેલા એક રાહદારીનું મોત થયું છે. આ ઘટના અંગે પાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
4/ 5
ટેમ્પોની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટર રસ્તાની બાજુમાં નીચે ઉતરી ગયું હતું. ટ્રેક્ટરમાં ઈંટો ભરી હોવાની માહિતી મળી છે. ટક્કરને કારણે ટેમ્પોને પણ ખૂબ વધારે નુકસાન થયું છે. બનાવ બાદ રસ્તા પર થોડીવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.