સુરતઃ સુરતમાં (surat) કોમર્શીયલ બિલ્ડીગનું ફાયર NOC રિન્યુ માટે 30 હજારની લાંચ લેતા મોટા વરાછા ફાયર સ્ટેશનનાં (varachha fire station) ફાયરના અધિકારી અને વચેટિયાને એસીબીની ટીમે (ACB trap) ઝડપી પાડ્યો હતો. સુરત મનપાના (SMC) ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની એનઓસી નહી ધરાવનાર સંસ્થાઓ સામે કડકાઇ પુર્વક પગલા ભરવામાં આવે છે. આ આકરી કાર્યવાહી વચ્ચે ફાયર વિભાગના કર્મચારીઓએ એનઓસીના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો રસ્તો શોધી લીધો છે.
આકરી પુછપરછમાં સચિન સોંલકીના કહેવાથી રૂપિયા લેવા આવ્યો હોવાનું કબૂલ કરી હતી. ફાયર ઓફિસર બેચર સોલંકી 80 હજાર નો પગારદાર હોવા છતાં એનઓસી રિન્યુ માટે લાંચ લેતો હતો. એનઓસી રિન્યુ માટે ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરવામાં આવે એટલે ફાયર ઓફિસર સોલંકી વચેટીયા સચીન ગોહિલ ની અરજદાર સાથે ઓળખાણ કરાવતો હતો અને પછી એન.ઓ.સી રિન્યુ માટે વચેટીયો રકમ નક્કી કરતો હતો.