કિર્તેષ પટેલ, સુરતઃ થોડા દિવસ પહેલા ગુજરાતમાં (Gujarat) સૌથી વધુ સીટ મેળવનારા આપ પાર્ટી (Aam Adami Party) નગર સેવક એવા મનીષા કૂકડિયાએ પાર્ટીમાં (Manisha kukadia) આક્ષેપો કર્યા બાદ ભાજપ પાર્ટીમાં ચાર મહિલા અને એક પુરુષ સહિત પાંચ કોર્પોરેટરે ભાજપમાં (BJP) પ્રવેશ કર્યો હતો. જોકે ભાજપ પાર્ટીમાં (Bhartiya janata party) પ્રવેશ કર્યાના એક જ મહિનામાં મનીષા કુકડીયા ફરી એક વખત આમ પાર્ટીમાં પોતાના ઘરે પરત વાપસી કરતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.