અમદાવાદમાં બુધવારે ટ્રાફિક બ્રિગેડની ભરતી માટેના ફોર્મ વિતરણ પ્રક્રિયામાં બેરોજગાર યુવાનોની લાઇનો લાગી હતી. જોકે, આજે સવારથી સુરતમાં પણ લાઇનનો નજારો જોવા મળ્યો હતો. પરંતુ આ લાઇન કોઇ સરકારી નોકરી લેવા માટેની નહીં પરંતુ સરકારી સ્કૂલમાં પોતાના બાળકોના પ્રવેશ અપાવવા માટેની માતા-પિતાની લાઇન હતી. સુરતમાં શિક્ષણ જગતમાં ઉલ્ટી ગંગા જેવો તાલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકને ખાનગી સ્કૂલોમાં એડમિશન અપાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ સુરતમાં આજે ગુરુવારે સવારથી સરકારી સ્કૂલમાં બાળકોના પ્રવેસ માટે માતા-પિતા લાઇનમાં ઉભા રહ્યા છે. (પ્રજ્ઞેશ વ્યાસ, સુરત)
હસમુખ પટેલ ચેરમન શિક્ષણ સમિતિના ચેરમન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે અમારી સ્કૂલમાં જૂની રમતો રમાડવામાં આવે છે જે વિસરાતી જાય છે. જેના કારણે બાળકોના માસીનક વિકાસમાં મદદ થાય છે. કોર્પોરેશનની મદદથી સ્કૂલોમાં સારી સુવિધા આપવામાં આવે છે. સાથે સાથે શિક્ષણ સમિતિ ખાનગી સ્કૂલની જેમ જ સુવિધાઓ પુરી પાડે છે. જેનાથી વાલીઓ અમારી સ્કૂલમાં પ્રવેશ લેવા માટે આકર્ષાય છે.