Home » photogallery » surat » Four kg Tumor Removed: સુરતમાં 44 વર્ષીય પેરલાઇઝ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી!

Four kg Tumor Removed: સુરતમાં 44 વર્ષીય પેરલાઇઝ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી!

Four kg Tumor Removed: તમામ ચેલેન્જ વચ્ચે સુરતની હોસ્પિટલ દ્વારા મહિલાનું ઓપરેશન કરી સફળતાપૂર્વક ચાર કિલોની ગાંઠ દૂર કરી મહિલાને નવજીવન આપ્યું

विज्ञापन

  • 15

    Four kg Tumor Removed: સુરતમાં 44 વર્ષીય પેરલાઇઝ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી!

    કિર્તેશ પટેલ, સુરત: શહેરમાં 44 વર્ષીય મહિલાના પેટમાં અંદાજીત ચાર કિલોની ગાંઠ હોવાનું નિદાન થતાં પરિવારજનો ડરી ગયા હતા. કેમ કે, મહિલાને પેરાલિસિસ તેમજ હાઈબ્લડ પ્રેશરની બીમારી હતી. તમામ પડકાર વચ્ચે સુરતની ડાયમંડ હોસ્પિટલ દ્વારા મહિલાનું ઓપરેશન કરી સફળતાપૂર્વક ચાર કિલોની ગાંઠ દૂર કરી મહિલાને નવજીવન આપ્યું હતું.

    MORE
    GALLERIES

  • 25

    Four kg Tumor Removed: સુરતમાં 44 વર્ષીય પેરલાઇઝ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી!

    સુરત શહેરની હોસ્પિટલોમાં જટિલ સર્જરી કરી દર્દીઓને નવજીવન આપવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવી જ એક ઘટના ફરી સામે આવી છે. સુરતમાં રહેતું દંપતી તેમનું સુખી જીવન જીવી રહ્યું હતું. તે દરમિયાન 44 વર્ષીય મહિલાને પેટમાં દુખાવો શરૂ થયો હતો. તેમની સોનોગ્રાફી કરાતા મહિલાને પેટમાં અંદાજીત ચાર કિલોની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ગાંઠ હોવાનું નિદાન થતાં પરિવાર ભાંગી પડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    Four kg Tumor Removed: સુરતમાં 44 વર્ષીય પેરલાઇઝ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી!

    44 વર્ષીય મહિલાને એક વર્ષ પહેલાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેના લીધે મહિલાનું એક બાજુનું અંગ આખું પેરાલાઇઝ થઇ ગયું હતું. સાથે જ બીજો પડકાર એ પણ હતો કે મહિલાને હાઈબ્લડ પ્રેશર પણ હતું. જેથી પરિવારજનોએ ઘણું વિચાર કર્યા બાદ સુરતની ડાયમંડ એસોસિએશન સંચાલિત રામુબા તેજાણી શાંતાબા વિડીયા હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું વિચાર્યું હતું. તે દરમિયાન મહિલાના પેટમાં 3 કિલોથી વધુની ગાંઠ હતી.

    MORE
    GALLERIES

  • 45

    Four kg Tumor Removed: સુરતમાં 44 વર્ષીય પેરલાઇઝ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી!

    સૌ પ્રથમ હોસ્પિટલ દ્વારા હાઈપ્રેશરને કન્ટ્રોલ કરવાની સારવાર કરવામાં આવી હતી અને ત્યાર બાદ જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું. આ જટિલ ઓપરેશન લગભગ દોઢ કલાક ચાલ્યું હતું. જેમાં ડોકટર કલ્પના પટેલ, ડોકટર આકાશ ત્રિવેદી તેમજ ઓટી સ્ટાફ દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી હતી અને સફળ ઓપરેશન પાર પડ્યું હતું. મહિલાની ગર્ભાશયની કોથળીમાંથી અંદાજીત ચાર કિલો, 22 બાય 20 બાયની 16 સેન્ટિમીટરની ગાંઠ દૂર કરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    Four kg Tumor Removed: સુરતમાં 44 વર્ષીય પેરલાઇઝ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી!

    ઓપરેશન સફળ થતા પરિવાર અને મહિલાના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. કારણ કે એક ચેલેન્જરૂપી ઓપરેશન સફળ થઈ જતા સૌ કોઈએ ડોક્ટરોનો આભાર માન્યો હતો. મહિલાના પેટ માંથી નીકળેલી ચાર કિલોની ગાંઠના ઓપરેશન વખતે નાની એવી ભૂલ પણ ખતરનાક સાબિત થઈ જાય તેમ હતી. મહિલા એક તરફથી પેરેલાઈઝ હતી. સાથે જ હાઈબ્લડ પ્રેશર પણ કન્ટ્રોલ કરવાનું હતી. આ તમામ પડકારો સામે ડાયમંડ હોસ્પિટલના સ્ટાફે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

    MORE
    GALLERIES