કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 280 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા (7-10-2020 Surat Corona cases) તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 181 જયારે ગ્રામીણ વિસ્તારમાં 99 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 31132 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 952 પર પહોંચ્યો છે, તેવામાં આજે 311 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 280દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 181 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 22736 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 99 કેસ સાથે દર્દી સંખ્યા 8396 પર પહોંચી છે. (પ્રતિકાત્મક તસવીર)
કુલ દર્દી સંખ્યા 31132 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 952 થયો છે. જેમાંથી 265 મૃત્યુ જિલ્લાના છે અને 687 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 178 જ્યારે જિલ્લામાં આજે 124 દર્દીને રજા આપતા, કુલ 311 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 27776 જેમાં શહેર વિસ્તારમાં 20656 જયારે ગ્રામ્ય વિસ્તારના 7119 દર્દી છે પ્રતિકાત્મક તસવીર
જિલ્લામાં ચોર્યાસીમાં 17, ઓલપાડમાં 13, કામરેજ 11, પલસાણા 14, બારડોલી 17 ,મહુવા 5, માંડવી 7 અને માંગરોળ 15 અને ઉમરપાડા 0 કેસ આવ્યા છે. સુરતમાં જિલ્લામાં પણ કેસની સંખ્યા વધી રહી છે, જોકે, તેની સામે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા પણ વધી રહી છે પરંતુ હવે લોકો સામે કોરોના સામે ટકી રહેવાનો જ પડકાર છે. (પ્રતિકાતત્મક તસવીર)