કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં નશીલા પદાર્થોનું વેચાણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને પોલીસે કડક વલણ અપનાવી નશાનો કારોબાર કરતા લોકોનું નેટવર્ક તોડી પાડવાની કામગીરી કરી રહી છે. ત્યારે ઓરિસ્સાનાં જિલ્લાથી માત્ર 33 કલાકમાં ગાંજાનો જથ્થો મોટા પ્રમાણમાં લઈને સુરત આવતા હોવાની માહિતીના આધારે પોલીસે 72 લાખના ગાજા સાથે 6 લોકોની ધરપકડ કરી છે. જોકે પકડાયેલા તમામ લોકો ઝડપાઇ ગયા છે જ્યારે જથ્થો મોકલનાર પોલીસ પકકડ દૂર છે.
ઓરિસ્સાના ગનજામ જિલ્લાથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ગુજરાત અને તેમાં પણ સુરત ખાતે મોકલવામાં આવતો હોય છે ત્યારે ગાંજાનો જથ્થો પકડી પાડવા માટે સુરત પોલીસ સતત નશાના કારોબાર કરતા લોકો પર તવાઇ બોલાવી છે ત્યારે ગાજાની માંગ વધતા સુરતમાં ગાંજાનો વેપાર કરતા કેટલા ઈસમો દ્વારા ઓરિસ્સા ખાતે રહેતા રાકેશ માલિયા નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો વેચાણ માટે સુરત મંગાવવામાં આવ્યો હતો. 724 કી.ગ્રા ગાંજાની સાથે સવારે 4 વાગ્યાની આસપાસ ઓરિસ્સાના ગંજામથી આ માલ સુરત ખાતે મોકલવામાં 33 કલાકમાં 1616 કિલોમીટરનું અંતર કાપી સુરતમાં ગાંજાનું સપ્લાય કરવા આવ્યો હતો.
આરોપીઓ શંકા ના જાય તે માટે ટ્રકમાં પાછળનો ભાગ ખાલી હતો. આ ગાંજોનો માલ અરૂણ ગૌડા અને ફારુક શેખ અને તેનો પુત્ર સાબિર શેખ તેમજ ફારૂકની સાળીનો છોકરો શકીલ શેખ ડસ્ટર કારમાં લેવા માટે આવ્યા હતા. ટ્રકમાંથી ગાંજાનો માલ કારમાં કાર્ટીગ કરતા હતા તેવામાં વહેલી સવારે અમદાવાદ એનસીબી સાથે સચીન પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડયું હતું.
જોકે પોલીસે આ મામલે કાર્યવાહી કરીઆ ગાંજાની કિંમત 72.40 લાખ છે અને ટ્રકની કિંમત 15 લાખ તેમજ ફોર વ્હીલ ગાડી 3 લાખ મળી 90.40 લાખથી વધુનો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. જોકે પોલીસે આ ગુનામાં આરોપીઓના નામો હેમરાજ ભીખન ઠાકરે (રહે, નાસીક) ટ્રકનો ચાલક, ફરહાન નાસીર પઠાણ (રહે, રૂસ્તમપુરા) (સપ્લાયર), અરૂણ ગૌડા તીનાસ ગૌડાં (રહે, સુરત મૂળ રહે. ગંજામ ઓરિસ્સા) (સપ્લાયર), ફારુક ચાંદ શેખ (રહે, રૂસ્તમપુરા) (સપ્લાયર), સાબિર ફારૂક શેખ (રહે, રૂસ્તમપુરા) (સપ્લાયર), શકીલ મહંમદ શેખ (રહે, રૂસ્તમપુરા) (સપ્લાયર) છે. જોકે સુરત ખાતે ગાંજો મોકલનાર ઓડિસનો રાકેશ માલિયા નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.