કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (5-10-2020 -Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 278 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 172 જયારે ગ્રામીણ વિસ્તારમાં 106 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા : 30,751 પર પહોંચી છે. જયારે આજે 4 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 945 પર પહોંચ્યો છે, તેવામાં આજે 293 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 278 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 172 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 22381 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 106 કેસ સાથે દર્દી સંખ્યા 8190 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 30751 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 945 થયો છે. જેમાંથી 261 મૃત્યુ જિલ્લાના છે અને 684 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 175 જ્યારે જિલ્લામાં આજે 118 દર્દીને રજા આપતા, કુલ 293 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 27,169 થઈ છે, જેમાંથી 19385 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 6888 દર્દી છે.