Home » photogallery » surat » Jai Mataji: આવું મંદિર વિશ્વમાં ક્યાંય નથી! સુરતના એકમાત્ર આ મંદિરમાં થાય છે 64 ખંડની વિધિ, પ્રસાદ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે!

Jai Mataji: આવું મંદિર વિશ્વમાં ક્યાંય નથી! સુરતના એકમાત્ર આ મંદિરમાં થાય છે 64 ખંડની વિધિ, પ્રસાદ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે!

જે 64 ખંડની પૂજા માટે જાણીતું છેનવરાત્રીના દિવસોમાં દરરોજ 15 હજાર થી પણ વધુ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છેઆમાં એ જ બહેનો બેસે છે જેમના લગ્ન થઈ ગયા છે પરંતુ સંતાન નથી.

 • 15

  Jai Mataji: આવું મંદિર વિશ્વમાં ક્યાંય નથી! સુરતના એકમાત્ર આ મંદિરમાં થાય છે 64 ખંડની વિધિ, પ્રસાદ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે!

  સુરત : મંદિરોના દેશ કહેવાતા ભારતમાં કરોડો ભારતીયોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે અને દેશના દરેક મંદિરો પોતાની અલગ માન્યતાને લઈને પ્રખ્યાત હોય છે. પરંતુ ઘણા મંદિરો એવા પણ છે કે જે તેમના ખાસ પ્રસાદને લઈને પણ જાણીતા છે. સુરત શહેરમાં પણ 400 વર્ષ કરતાં પણ વધુ જૂનું અંબાજી માતાજીનું એવું મંદિર છે . જે 64 ખંડની પૂજા માટે જાણીતું છે. ઈચ્છાપુરી કરવા માટે વ્રત કર્યા બાદ પ્રસાદ માટે નામનું એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે.

  MORE
  GALLERIES

 • 25

  Jai Mataji: આવું મંદિર વિશ્વમાં ક્યાંય નથી! સુરતના એકમાત્ર આ મંદિરમાં થાય છે 64 ખંડની વિધિ, પ્રસાદ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે!

  સુરતમાં ચૌટાપુલ ખાતેના પૌરાણિક અંબાજી મંદિરમાં આજે પણ 64 ખંડની પરંપરા ઉજવાઈ છે જે છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમય થી ચાલતી આવી છે. ખાસ કરીને જેમને સંતાન ન થતા હોય તેવી પરણિત મહિલાઓ માતાજીનો ખંડ ખાય છે.

  MORE
  GALLERIES

 • 35

  Jai Mataji: આવું મંદિર વિશ્વમાં ક્યાંય નથી! સુરતના એકમાત્ર આ મંદિરમાં થાય છે 64 ખંડની વિધિ, પ્રસાદ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે!

  ઘઉંની રોટલી ઉપર ચણા, વડુ, લાપસી, શાકભાજી, વગેરે 7 વાનગી મૂકીને માતાજીનો ખંડ તૈયાર કરવામાં આવે છે. ખંડ તૈયાર થયા પછી તેની ઉપર ખાસ કરીને લોટનો દિવો પ્રગટાવી મુકવામાં આવે છે. જે તૈયાર થયા પછી તેને પરદો કરીને માતાજીને ધરાવવામાં આવે છે. માતાજી જમે ત્યારબાદ જ આ નિવેદ્ય ખંડને પ્રસાદી સ્વરૂપે ભક્તોના આપવામાં આવે છે.

  MORE
  GALLERIES

 • 45

  Jai Mataji: આવું મંદિર વિશ્વમાં ક્યાંય નથી! સુરતના એકમાત્ર આ મંદિરમાં થાય છે 64 ખંડની વિધિ, પ્રસાદ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે!

  અંબાજી માતાના મંદિરમાં ચૈત્રી અને આસો બંને નવરાત્રીના દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. સામાન્ય દિવસોમાં દરરોજ 1 થી 2 હજાર જેટલા શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. પરંતુ નવરાત્રીના દિવસોમાં દરરોજ 15 હજાર થી પણ વધુ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. આઠમના દિવસે મંદિરનું વધુ મહત્વ હોવાથી 50 હજારથી વધુ શ્રધ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે.

  MORE
  GALLERIES

 • 55

  Jai Mataji: આવું મંદિર વિશ્વમાં ક્યાંય નથી! સુરતના એકમાત્ર આ મંદિરમાં થાય છે 64 ખંડની વિધિ, પ્રસાદ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે!

  મંદિરના પૂજારી કિરણ મહારાજે જણાવ્યું હતું કે, અમારે ત્યાં 64 ખંડની પરંપરા પર્સનલી ચાલે છે. જેમાં બહેનો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે 64 ખંડમાં ભાગ લેતી હોય છે. નવરાત્રીમાં ભીડ વધુ હોવાથી હવે નવરાત્રી બાદ આ પૂજા- વિધિ કરીએ છીએ.64 ખંડનો પ્રસાદ લેવા માટે અગાઉથી નામ નોંધાવું પડતું હોય છે. આમાં એ જ બહેનો બેસે છે જેમના લગ્ન થઈ ગયા છે પરંતુ સંતાન નથી. ઉપરાંત કોઈના લગ્ન થતા ન હોય, જે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હોય. આ પરંપરા પૂર્ણ કરવાથી માનતા પણ પૂર્ણ થાય છે એવી લોકોમાં આસ્થા છે. અહીં માત્ર સુરતથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરના તેમજ મુંબઈ થી પણ મહિલાઓ ખાસ આ પૂજા કરાવવા માટે આવે છે.

  MORE
  GALLERIES