કિર્તેશ પટેલ, સુરત : સુરત : સુરતમાં કોરોનાના દર્દી (29-9-2020 -Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 311 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 179 જયારે ગ્રામીણ વિસ્તારમાં 132 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા : 28,871 પર પહોંચી છે. જયારે આજે 4 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 923 પર પહોંચ્યો છે, તેવામાં આજે 270 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 311 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 179 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 21322 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 132 કેસ સાથે દર્દી સંખ્યા 7549 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 28,871 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 4 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 923 થયો છે. જેમાંથી 250 મૃત્યુ જિલ્લાના છે અને 673 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 163 જ્યારે જિલ્લામાં આજે 107 દર્દીને રજા આપતા, કુલ 270 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 25,405 થઈ છે, જેમાંથી 19195 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 6210 દર્દી છે.