કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (20-10-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 231 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ઘટાડો થઈ રહ્યો છે. સુરતમાં 167 જયારે ગ્રામીણ વિસ્તારમાં 64 દર્દી નોંધાયા છે. જયારે આજે 2 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 986 પર પહોંચ્યો છે, તેવામાં આજે 256 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 231 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 167 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 24957 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 64 કેસ સાથે દર્દી સંખ્યા 9410 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 3423 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 986 થયો છે. જેમાંથી 273 મૃત્યુ જિલ્લાના છે અને 713 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 171 જ્યારે જિલ્લામાં આજે 85 દર્દીને રજા આપતા, કુલ 256 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 31,423 થઈ છે, જેમાંથી 22986 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 8437 દર્દી છે. પ્રતિકાત્મક તસવીર