કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (14-10-2020 -Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 252 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 169 જયારે ગ્રામીણ વિસ્તારમાં 78 દર્દી નોંધાયા છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 972 પર પહોંચ્યો છે, તેવામાં આજે 285 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 252 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 174 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 23945 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 78 કેસ સાથે દર્દી સંખ્યા 88987 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 32932 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 972 થયો છે. જેમાંથી 271 મૃત્યુ જિલ્લાના છે અને 701 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 182 જ્યારે જિલ્લામાં આજે 103 દર્દીને રજા આપતા, કુલ 285 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 29,800 થઈ છે, જેમાંથી 21933 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 7867 દર્દી છે.